ભારત-પાકિસ્તાન વચ્ચે જો પરમાણું યુદ્ધ થયું તો આધુનિક ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વૈશ્વિક ખાદ્યાન્ન સંકટ પેદા થઈ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. પીએનએએસ નામના જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં જાણવા મળ્યું કે, આ યુદ્ધથી અચાનક વૈશ્વિક શીતલનની સ્થિતિ ઊભી થઈ શકે છે. સાથે જ ઓછો વરસાદ અને તડકો નહી દેખાવાથી લગભગ એક દશકા સુધી દુનિયાભરમાં ખાદ્યાન્ન ઉત્પાદન અને વેપારને અસર પડી શકે છે.
અમેરીકાની રટગર્સ યૂનિવર્સિટી-ન્યૂ બ્રૂનસ્વિકના શોધકર્તા અનુસાર તેની અસર 21મી સદીના અંત સુધીમાં માનવનિર્મિત જળવાયું પરિવર્તનના પ્રભાવથી વધારે હશે. તેમનું માનવું છે કે, જો કે ખેત ઉત્પાદકતા પર ગ્વોબલ વોર્મિંગના પ્રભાવોની મોટા પાયે અધ્યયન કરવામાં આવ્યું છે. પરંતુ વૈશ્વિક પાક વિકાસ માટે તેના અચાનક ઠંડા થવાની સંભાવના ખુબ ઓછી છે.
આ અધ્યયનના સહ લેખક એલન રોબોકે કહ્યું કે, અમારા પરિણામ તે કારણો વિશે જણાવે છે જે પરમાણું હથિયારોને ખતમ કરવાની જરૂરીયાતો પર જોર આપે છે, કારણ કે જો તે હાજર છે કો તેમનો ઉપયોગ સમગ્ર દુનિયાને દુ:ખદ પરિણામ આપી શકે છે. પરમાણું હથિયારોનો ઉપયોગ એટલો ભયાનક હશે કે તેના કારણે મરનારાઓની સંખ્યા અકાળે મૃત્યું પામનારાઓ કરતા પણ વધારે હશે. રોબોકે હાલમાં જ જર્નલ સાઈન્સ એડવાન્સમાં પ્રકાશિત એક અધ્યયનમાં સહ લેખક તરીકે કહ્યું હતું કે, અનુમાન લગાવ્યું હતું કે, જો ભારત-પાકિસ્તાન પરમાણું યુદ્ધ છેડાય તો ભુખમરાના કારણે વિશ્વમાં એક કરોડથી વધારે લોકો તરત જ મરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.