ભારતીય સેનાએ ભુમિ દળનાં મામલે પોતાના પાડોશી દેશ ચીનને પાછળ રાખ્યું છે,એટલું જ નહીં, ચીન હવે ભુમિદળનાં સૈનિકોની યાદીમાં ત્રીજા સ્થાને પહોચ્યું છે.
આ લિસ્ટમાં બીજા ઉત્તર કોરિયાની સેના છે, ચીન અને પાકિસ્તાન એમ બે મોરચે રહેલા જોખમોનો સામનો કરી રહેલા ભારતનાં ભુમિ દળનાં સૈનિકોની સંખ્યા વધીને 12 લાખ 40 હજાર સુંધી પહોંચી છે.
જાપાનનાં સંરક્ષણ મંત્રાલયની હાલની રિપોર્ટમાં ઉત્તર કોરિયાનાં સૈનિકોની સંખ્યા 11 લાખ અને ચીનનાં જવાનોની સંખ્યા 9 લાખ 80 હજાર દર્શાવી છે.
ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્ષ 2020 સુધીમાં આ સૈન્ય સુધારા પૂર્ણ થઈ જશે. ચીને હવે સૈન્ય માટે થિયેટર કમાન્ડ ફ્રેમવર્ક લાગુ કર્યું છે. આ અંતર્ગત 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યા છે.
ચીને હવે તેની સેનાને 5 થિયેટરોમાં વહેંચી દીધી છે. એટલું જ નહીં ચીની આર્મીએ રોકેટ ફોર્સ, સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ, લોજિસ્ટિક સપોર્ટ ફોર્સની પણ રચના કરી છે. આ સમગ્ર કવાયતનો હેતુ ચીનની સેનાને 21 મી સદીની સૌથી શક્તિશાળી સૈન્ય બનાવવાનો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.