હવે ખાનગી લેબને પણ કોરોના વાઈરસની તપાસની મંજુરી આપવાનો નિર્ણય

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની જલ્દી ઓળખ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખાનગી પેથોલોજી લેબને કોરોનાની તપાસ કરવાની મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે હજુ માત્ર સરકારી લેબને જ કોરોના વાઈરસની તપાસ કરવાની મંજુરી છે. પરંતુ ખાનગી લેબને તેની મંજુરી આપીને તપાસના કાર્યમાં બે ગણી ઝડપ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

મંત્રાલયે જણાવ્યું કે, લગભગ 60 ખાનગી લેબને જલ્દી જ તેના માટે મંજુરી આપી શકવામાં આવે છે. હજુ સુધી માત્ર સરકારી લેબને જ કોરોનાની તપાસની અનુમતિ છે. સરકારની યોજના છે કે આ વાઈરસની તપાસ માટે લેબની સંખ્યા બે ગણી કરી દેવામાં આવે. અધિકારીઓ પ્રમાણે લગભગ 60 માન્યતા પ્રાપ્ત ખાનગી લેબને જલ્દી જ ટેસ્ટ કરાવવાની મંજુરી આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, અમે આવી લેબોના નામ નક્કી કરવા જઈ રહ્યાં છીએ. તેને લઈને કામ ઝડપથી ચાલી રહ્યું છે. કોવિડ-19 માટે સરકારી લેબોમાં ફ્રીમાં તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.