ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને બે કે તેથી વધુ વિષયમાં E ગ્રેડ આવશે તો હવે આગળના ધોરણમાં નહીં મળે પ્રવેશ

જો તમારું બાળક ધોરણ 5 કે ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યું છે તો તમારા માટે આ સમાચાર વાંચવા જરૂરી છે.  કારણ કે રાજ્યના પ્રાથમિક શિક્ષણ (Gujarat Primary Education Director) નિયામક ગાંધીનગરથી નિર્ણય કરાયો છે કે ધોરણ 5 અને 8 માં (Std 5/8) વિદ્યાર્થી ને બે કે તેથી વધુ વિષય માં E ગ્રેડ (E-grade) આવે તો તેને વર્ગ બઢતી આપવી નહિ. જ્યારે બાકીના ધોરણો માં આ નિયમ લાગુ નહિ પડે. રાજ્ય ના પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ દ્વારા ધોરણ 1 થી ધોરણ 8 ની મૂલ્યાંકન યોજના માં કેટલાક સુધારા (Education Policy) કરાયા છે. નોટિફિકેશન માં બાળકો માટેના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009ના વિનિયમો માં કલમ 24 માં સુધારો કરેલ છે.

આ સુધારા અનુસાર ધોરણ 5 અને ધોરણ 8 માં દરેક વિષય માં A, B, C કે D  ગ્રેડ મેળવનાર ને વિદ્યાર્થીઓ ને જ  આગળના ધોરણમાં વર્ગ બઢતી આપવાની રહેશે. અન્ય ધોરણોમાં વિદ્યાર્થીઓ ને અટકાવી શકાશે નહિ. આમ ધોરણ 5 અને ધોરણ 8 માં જે  વિદ્યાર્થી ને બે કે તેથી વધુ વિષય માં E ગ્રેડ આવે એટલે કે 35 ટકા થી ઓછું પરિણામ હોય તો તેને જે તે ધોરણમાંથી વર્ગ બઢતી આપી શકાશે નહિ.

પરંતુ પરીક્ષા નું પરિણામ જાહેર થયા ના બે માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળા કક્ષાએ પુન: કસોટી યોજવાની રહેશે. જેમાં વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરી શકે તો વર્ગ બઢતી આપવાની રહેશે. ધોરણ 5 અને 8 સિવાયના અન્ય ધોરણો ના વિદ્યાર્થીઓ ને રોકી શકાશે નહિ. આ નોટિફિકેશન નો અમલ તમામ જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓએ ફરજિયાત અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.