રાજકોટમા 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

રાજકોટના ભાવનગર રોડ પર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર નરાધમને રાજકોટ કોર્ટે 40 વર્ષ બાદ ફાંસીની સજા સંભળાવી છે. ફાંસીની સજા સંભળાવતાં જ વકીલોએ મીઠાઈ વહેંચી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. રાજકોટ કોર્ટના જજ ડી.ડી. ઠક્કરે પોસ્કોના આરોપી રમેશ બચુભાઇ વેદુકીયાને ફાંસીની સજા ફકટારી છે. બે વર્ષ બાદ આ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ઘટનાની વાત કરીએ તો, આરોપી રમેશ બચુભાઇ દુદકીયાએ બે વર્ષ પહેલાં 9 ઓગસ્ટ 2018ના રોજ રમેશે ભાવનગર રોડ પરથી ત્રણ વર્ષની બાળકીનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યાં બાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. એક કલાકમાં બાળકી પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પણ પીટીસી ગ્રાઉન્ડમાં લઇ જઇ બાળકીનું માથુ છૂંદી હત્યા કરી હતી. બાળકીનો જીવ ન ગયો ત્યાં સુધી તેના માથા પર પથ્થર મારતો રહ્યો હતો.

આરોપી રમેશ દુદકીયા ગુનાહિત ઈતિહાસ અને હત્યા કરવાની માનસિકતા ધરાવતો હતો. બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવનાં બે દિવસ અગાઉ એટલે કે 7 ઓગસ્ટ 2018ના રોજ તેણે મોટી ઉંમરના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઇ ગયો હતો. વૃદ્ધાએ હાથમાં સોનાની બંગડી, કાન અને નાકમાં સોનાના દાગીના પહેર્યા હતા. જે બાદ આરોપીની નજર બગડી હતી અને તેણે વૃદ્ધાને અવાવરૂં જગ્યાએ લઈ જઈ તેઓને લૂંટી લઈ ઘાતકી હત્યા કરી હતી. ત્રણ દિવસ બાદ વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.