પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કોરોના વાયરસના વધતા કેર અંગે ચિંતા વ્યક્ત કરી. ઈમરાન ખાને કહ્યું કે આપણે ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણે અમેરિકા અને યુરોપની જેમ અમીર નથી, આપણે કોરોનાથી બચીશુ તો અમારા લોકો ભૂખમરાથી મરશે.
અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને કહ્યું કે એરપોર્ટ પર અત્યાર સુધીમાં 9 લાખ લોકોનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનો પહેલો કેસ 26 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. તેમણે કહ્યું કે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે આપણી હાલત અમેરિકા
અમેરિકા કે યુરોપ જેવી નથી. આપણે એક બાજુ કોરોના વાયરસથી બચી જઈશું તો આપણા લોકો ભૂખથી મરી જશે.
ઈમરાને કોરોના વાયરસની રોકથામ માટે પાકિસ્તાનની જનતા પાસે તેમની સરકારને સહયોગ કરવાની અપીલ કરી. ઈમરાન ખાને કહ્યું કે ચીન કોરોના વિરુદ્ધની જંગ એટલા માટે જીતી શક્યું કારણ કે ત્યાંના લોકોએ સરકારને સાથ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.