વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણી જોઇને દેશની વર્તમાન આર્થિક કટોકટીની અવગણના કરી રહ્યાં છે-રાહુલ ગાંધી

આર્થિક સુનામીની ચેતવણી આપ્યા પછી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વધુમાં જણાવ્યું હતું કે ભારતે ફક્ત કોરોના વાઇરસ સામે જ નહીં પણ આર્થિક વિધ્વંશ સામે પણ લડવાની તૈયારી કરવી પડશે.

રાહુલે દેશની આર્થિક બરબાદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશની આર્થિક સમસ્યાનો સામનો કરવા માટે વડાપ્રધાને દેશની આર્થિક પરિસ્થતિ અંગે ગંભીર થવાની જરૃર છે.

સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં ભારતીય અર્થંતંત્ર વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં આર્થિક સુનામી આવવાની તૈયારી છે.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે મેં વારંવાર ચેતવણી આપી હોવા છતાં મારું કોઇ સાંભળતુ નથી. મેં આ વાત કહેતા દુઃખ થાય છે કે પણ આર્થિક મોરચે દેશના લોકોને ભારે યાતના સહન કરવી પડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.