દુનિયાની સર્વાધિક શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેના ચોથા નંબરે છે. પાકિસ્તાની સેના સર્વાધિક શક્તિશાળી સેનાઓની યાદીમાં પંદરમાં સ્થાન પર છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ ખુલાસો ‘ગ્લોબલ ફાયરપાવર્સ 2019’ની સૈન્ય શક્તિથી સંબંધિત રિપોર્ટમાં થયો છે. આમાં જણાવવામાં આવ્યું કે વિશ્વની સર્વાધિક શક્તિશાળી સેનાઓમાં પહેલા સ્થાન પર અમેરિકાની સેના છે.
ત્યારબાદ બીજા નંબરે રશિયા અને ત્રીજા નંબર પર ચીન છે. ભારતનું સ્થાન ચોથા નંબર પર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગ્લોબલ ફાયરપાવરે આ યાદીમાં 137 દેશોની સેનાઓને સામેલ કરી છે. તેમની રેન્કિંગ તેમની પાસે ઉપલબ્ધ હથિયાર અને સૈનિકોની સંખ્યા માત્રથી નથી કરવામાં આવી, પરંતુ એ વાતને પણ ધ્યાને લેવામાં આવી છે કે હથિયારો કેટલા પ્રકારનાં છે, સેનાની કુલ શ્રમશક્તિ કેટલી છે, તે દેશની જનસંખ્યા, ભૂગોળ અને વિકાસનાં સંદર્ભમાં સૈન્ય શક્તિનું શું સ્વરૂપ છે.
રેન્કિંગમાં પરમાણુ હથિયાર સંપન્ન દેશોને બોનસ અંક આપવામાં આવ્યા છે, પરંતુ અંતિમ રેન્કિંગમાં આ અંકોને સામેલ કરવામાં નથી આવ્યા. અલગ અલગ માપદંડોનાં આધારે સર્વાધિક 25 શક્તિશાળી સેનાઓને યાદીમાં જગ્યા આપવામાં આવી છે.
રેન્કિંગ અનુસાર ભારતની પાસે કુલ 3462500 સૈન્યકર્મી છે. કુલ 2082 વિમાન અને 4184 યુદ્ધ ટેન્ક છે. એક વિમાનવાહક જહાજ અને કુલ 295 નૌસેનાં સંપત્તિ છે. ભારતનું કુલ રક્ષા બજેટ 55.2 અબજ ડૉલર છે.
રેન્કિંગ અનુસાર પાકિસ્તાનની પાસે કુલ 1204000 સૈન્યકર્મીઓ છે. તેમની પાસે કુલ 1342 વિમાન છે, જેમાં 348 યુદ્ધ વિમાન છે. તેમનું રક્ષા બજેટ 7 અબજ ડોલરનું છે. ગ્લોબર ફાયર પાવર અનુસાર વિશ્વની પંદર શક્તિશાળી સેનાઓમાં ક્રમશ: અમેરિકા, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગ્ડમ, તુર્કી, જર્મની, ઇટલી, મિસ્ત્ર, બ્રાઝિલ, ઈરાન અને પાકિસ્તાન સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.