ભારતીય સ્ટેટ બેંકની ઈકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે. ભારતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. તેની પાછળ કોરોના વાઈરસની મહામારી કારણ છે. કોરોનાને લીધે વૈશ્વિક કાચા તેલની કિંમતોમાં લગભગ 30%ના ઘટાડાથી ભારતમાં પેટ્રોલની કિંમત 12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો થઈ શકે છે.
જો કે SBIની ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્યારે જ શક્ય છે જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી ના વધારે. જો કેન્દ્ર અને રાજ્ય બંન્ને ફ્યૂલની કિંમતોમાં કાપ કરવા ઈચ્છુક નથી તો તેમને કોઇ પણ પરિસ્થિતિમાં એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવો જોઈએ નહી. જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી વધારશે તો લોકોને કાચા તેલના ભાવમાં ઘટાડાનો ફાયદો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડા સ્વરૂપે નહી મળી શકે.
કોરોનાને લીધે દુનિયાભરના બજારોમાં હાહાકાર મચેલો છે અને શેર બજાર, કોમોડિટી બજારોમાં પણ હાહાકાર મચેલો છે. આ સિવાય કાચા તેલના ભાવમાં પણ છેલ્લા કેટલાંય સમયથી ભારે ઘટાડો જોવા મળ્યો છે અને તેના ભાવ 30% સુધી નીચે આવી ગયા છે. બ્રેંટ ક્રુડ 30.85 ડોલર પ્રતિબેરલ પર આવી ગયું છે અને ડબલ્યૂટીઆઈ ક્રુડ 28 ડોલર પ્રતિબેરલ નજીક કારોબાર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.