આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં 10 લાખ લોકો નોકરીઓ ગુમાવી શકે છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અનુરાગ કટિયારનુ કહેવુ છે કે, રેસ્ટોરન્ટ બિઝનેસમાં આવકમાં 60 ટકાનો ઘટાડો થયો છે. ઓનલાઈન ઓર્ડર્સ પણ 20 ટકા સુધી ઘટી ગયા છે. છ આગામી દિવસોમાં આ ઈન્ડસ્ટ્રીમાં 10 લાખ લોકો નોકરી ગુમાવી શકે છે. હાલમાં આ સેક્ટરમાં 70 લાખ લોકોને રોજગાર મળે છે.
કટિયારનુ કહેવુ છે કે, ઘણી રેસ્ટોરન્ટોએ પગારમાં કાપ મુક્યો છે. અમારી માંગણી છે કે, વીજ કંપનીઓ હવે અમને વીજ બિલમાં રાહત આપે.
બીજી તરફ એરલાઈન ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થઈ રહી છે. એરલાઈન કંપની ગો એરે પોતાના તમામ કાર્મચારીઓને વગર પગારની રજા પર ઉતરવા આદેશ આપ્યો છે. જ્યારે એર ઈન્ડિયાએ વિમાનની ક્રુના કર્મચારીઓના એલાઉન્સમાં 10 ટકાનો કાપ મુક્યો છે. પાયલોટોને મળતા એન્ટરટેન્મેન્ટ એલાઉન્સને રદ કરી દેવાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.