ગુજરાતમાં રાજ્યસભાની સીટો માટે ચાલી રહેલા દાવપેચ વચ્ચે બિહાર, અસમ અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા માટે સાંસદો બિનહરિફ ચૂંટાયા છે. બિહારના તમામ પાંચ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. જનતા દળ યૂનાઈટેડના હરિબંશ અને રામનાથ ઠાકુર, ભાજપના વિવેક ઠાકુર અને આરજેડીના પ્રેમચંદ ગુપ્તા અને એડી સિંહ બિનહરિફ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા છે.
અસમની ત્રણ રાજ્યસભા સીટો માટે ત્રણ સભ્ય બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમાં ભુવનેશ્વર કલીતા ભાજપમાંથી અને ભાજપની સહયોગી બીપીએફના વિશ્વજીત ડાઈમરી છે. ત્રીજા સભ્ય અજીત કુમાર ભુયાન અપક્ષ છે અને તેમને કોંગ્રેસ અને એઆઈયૂડીએફનું સમર્થન મળેલું છે. હિમાચલ પ્રદેશથી ભાજપના ઈંદુ ગોસ્વામી રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.