ચીને સૈન્યમાં કાપકૂપ કરતાં હવે ઇન્ડિયન આર્મી વિશ્વની સૌથી મોટી સેના

ભારતીય સેનાએ પાયદળ સૈનિકો મામલે પાડોશી દેશ ચીનને પાછળ રાખી દીધો છે અને તાજેતરના આંકડાઓ પ્રમાણે ચીન હવે પાયદળ સૈનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

ચીન અને પાકિસ્તાન આ બંને મોરચેથી જોખમનો સામનો કરી રહેલા ભારતના પાયદળ સૈનિકોની સંખ્યા વધીને આશરે ૧૨ લાખ ૪૦ હજાર થઈ ગઈ છે. ભારતીય સેના પાસે હાલ સૌથી વધારે પાયદળ છે જ્યારે તેના પછીના ક્રમે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની સેનાનો નંબર આવે છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા તાજેતરના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયન સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૧૧ લાખ છે અને

ચીની સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૯.૮ લાખ જેટલી બચી છે.

અહેવાલ પ્રમાણે ચીન હાલમાં પોતાની સેનાને વધારે ઘાતક અને શક્તિશાળી બનાવવા માટે મોટા પ્રમાણમાં સુધારાઓ કરી રહ્યું છે અને તે ચીનની સેનાના ઈતિહાસમાં સૌથી મોટો સુધારો છે. ચીનના રાષ્ટ્રપતિએ નવેમ્બર ૨૦૧૫માં સૈન્ય સુધારાઓની શરુઆત કરી હતી અને ૨૦૨૦ સુધીમાં સૈન્ય સુધારા પૂર્ણ થવાનો લક્ષ્ય રાખ્યો હતો. ચીને હવે પોતાની સેનામાં થિએટર કમાન્ડ માળખું લાગું કર્યું છે જેના અંતર્ગત ત્રણ લાખ સૈનિકોને ઘટાડવામાં આવ્યા છે. ચીને પોતાની સેનાને પાંચ થિએટરમાં વહેંચી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.