ભાજપના રાજ્યસભાના ૩જા ઉમેદવાર નરહરી અમીનને હરાવવા કોંગ્રેસે ઘડ્યો આ માસ્ટરપ્લાન

રાજ્યસભાની બન્ને બેઠક જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડે મહત્વની રણનીતિ અપનાવી છે. વોટિંગ સમયે જૂથવાદ સપાટી પર ન આવે તે માટે કોંગ્રેસે પ્લાન તૈયાર કર્યો છે. શક્તિસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાવમાં આવી છે. જ્યારે કે, ભરતસિંહ સોલંકીને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી ગુજરાત કોંગ્રેસને શિરે મુકાઈ છે. ત્યારે ચૂંટણીની અંતિમ ક્ષણે હજુ કોંગ્રેસ વધુ ન તૂટે તે માટે કોંગ્રેસ ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસને જીતવા માટે 3 વોટની જરૂર છે. જેમાં બીટીપીના 2 અને એનસીપી કાંધલ જાડેજા મત ન આપે તો ડીસક્વોલિફાઈડ કરાવવા માટે પ્રયત્ન કરશે. આ સમયે જિગ્નેશ મેવાણીનો વોટ મળે તો કોંગ્રેસ પાસે 2 સીટો જીતવાની તક છે. આ સમયે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કે હવે રાજીનામું ન આપે માટે કોંગ્રેસને જવાબદારી સોંપાઈ છે. હાઈકમાન્ડ સારી રીતે જાણે છે કે, ભરતસિંહ પાસેથી ટિકિટ પરત લેવાશે તો કોંગ્રેસ વધુ તૂટશે પણ હવે ભરતસિંહના કૌટુબિક ભાઈ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ભરત સિંહને જીતાડવાની જવાબદારી સોંપી કોંગ્રેસે એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે. હવે કોંગ્રેસ તૂટે તો ભરતસિંહને નુક્સાન જવાની સંભાવના હોવાથી ચાવડા અને ભરતસિંહ ધારાસભ્યોને સાચવવા માટે પૂરતી તૈયારી કરી રહ્યાં છે. ક્રોસ વોટિંગના ડરે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર વિઘાનસભા પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભા નાયબ સચિવ એ બી કરોવા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાસે હજુ પણ નરહરિ અમિનનને ઘરભેગા કરી ભાજપની આબરૂની ધૂળધાણી કરવાની તક છે. ફક્ત તેઓએ સંગઠિત થઈને કામગીરી કરવાની છે.

ગુજરાતમાં રાજ્યસભાના ગણિતો બદલાઈ શકે છે. હાલમાં 3 બેઠકો જીતવાના દાવા કરતી રૂપાણી સરકારને ઝાટકો લાગી શકે છે. હવે જો આ પાર્ટીએ ટેકો ન આપ્યો તો નરહરી અમીનનું જીતવું મુશ્કેલ બની જશે. અથવા ભાજપે વધુ ધારાસભ્યો કોંગ્રેસના તોડવા પડશે. હાલમાં બીટીપીને મનાવવા માટે કોંગ્રેસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ સમયે રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ નક્કી કરશે. આગામી ૨૪મી તારીખે કોર કમિટિની બેઠક મળવાની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલાં અહેમદ પટેલને મત આપ્યો હતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સીએમ રૂપાણીએ દાવો કર્યો હતો કે, બીટીપી ભાજપના સમર્થનમાં મતદાન કરશે. જોકે, આ દાવાને મહેશ વાસાવામાં ફગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.