રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સભ્ય તરીકે આજે શપથ લીધા ત્યારે વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
તેના પર રંજન ગોગોઈએ જવાબ આપતા કહ્યુ છે કે, વિરોધ કરનારા લોકો જ બહુ જલ્દી મારુ સ્વગત કરશે. અહીંયા કોઈ મારૂ ટીકાકાર નથી.
ઉલ્લેખનીય છે કે, ગોગોઈને રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા છે. આ પ્રસ્તાવ સ્વિકાર્યા બાદ આજે ગોગોઈએ સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ 6 વર્ષ માટે રાજ્યસભામાં સાંસદ રહેશે.
તેઓ શપથ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અને બીજા પક્ષોએ હોબાળો મચાવીને શેમ-શેમના નારા લગાવ્યા હતા અને વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસે ગોગોઈને નોમિનેટ કરવા બદલ સવાલ ઉઠાવ્યા છે.કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યુ હતુ કે, આના કારણે ન્યાયપાલિકાની સ્વતંત્રતાની ઈમેજ નબળી પડશે.તેઓ હાલમાં જ નિવૃત્ત થયા છે અને તેમણે કેટલાક વિવાદાસ્પદ મામલાના ચુકાદા પણ આપ્યા છે.
દરમિયાન સરકારના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાજયસભામાં સાસંદ તરીકે નોમિનેટ થયા છે. વિપક્ષનો આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.