કોરોનાની અસર શેરબજારની સાથે સાથે રૂપિયા પર પણ પડી, ડોલર સામે પહેલી વખત 75 પર પહોંચ્યો

કોરોનાની અસર શેરબજારની સાથે સાથે રૂપિયા પર પણ પડી છે.

રુપિયામાં આજે ભારે નબળાઈ જોવા મળી હતી અને પહેલી વખત ડોલરની સામે રૂપિયો 75ની સપાટી પર પહોંચી ગયો હતો. કોરોનાની અર્થતંત્ર પર પડનારી સંભવિત અસરના કારણે શેરબજારમાં રોકાણકારોની વેચવાળીની અસર રૂપિયા પર પણ જોવા મળી હતી.

આજે ઈન્ટરનેશનલ મોનેટરી માર્કેટમાં રુપિયો સવારે 70 પૈસા પડ્યો હતો અને 74.96ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારે ડોલર સામે રુપિયો 74.26 પર બંધ થયો હતો

કેટલાક જાણકારોનુ માનવુ છે કે, રૂપિયામાં હજી પણ ધોવાણ થઈ શકે છે. કારણકે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે.

રૂપિયો નબળો પડવાના કારણે ભારત માટે ક્રુડ ઓઈલ મોંઘુ બની શકે છે. વિદેશ યાત્રાઓ પર જનારાને પણ વધારે પૈસા ચુકવવાનો વારો આવી શકે છે અને બહારથી આવનારી પ્રોડક્ટસ મોંઘી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.