ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાઈરસે દસ્તક આપી દીધી. રાજ્યમાં બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ અને સુરતમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી છે. કોરોનાને લઈને સુરતમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ટ્વીટ કરી જણાવ્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે. જ્યારે

રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, બંન્ને દર્દીઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આવ્યા હતા. હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે.
જંગલેશ્વરમાં સઘન ચેકિંગ
રાજકોટમાં મક્કાથી પરત ફરેલા એક વ્યક્તિ ને શંકાસ્પદ કેસ તરીકે હાલ સિવિલના અલગ ઉભા કરેલા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ દર્દી નો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ વધુ ચકાસણી માટે પુના મોકલ્યું છે. આ કેસ પોઝિટિવ આવે તેવી શકયતાને લઈને આરોગ્ય વિભાગની 40 ટિમ તે રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.