મધ્યપ્રદેશની રાજકિય ઉથલ પાથલ વચ્ચે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહૂમતિ સાબિત કરવા સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશના રાજકિય ઘટનાક્રમ પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાલે મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર ફરીથી બોલાવવામાં આવે. કોર્ટે કહ્યું, કમલનાથ સરકાર આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહૂમતિ મેળવે, કોર્ટે ગૃહની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાગી ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. 16 ધારાસભ્યો પર વિધાનસભામાં આવવા પર કોઈ પ્રેશર નહી હોય. કોર્ટે કહ્યું કે, કર્ણાટક અને મધ્યપ્રદેશના પોલીસ મહાનિદેશક બાગી ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.