વોશિંગ્ટન: અમેરિકામાં વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વ્હીલચેર પર રાષ્ટ્રગીત ગાનારા સ્પર્શનો બુલંદ અવાજ તમે જરૂર સાંભળ્યો હશે. રાષ્ટ્રગીત ગાતા સમયે તેની છાતી ગર્વથી ગદગદ હતી અને આંખોમાં જોશ હતો. સ્પર્શ જન્મથી જ ઓસ્ટો-જેનેસિસ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. સ્પર્શના માતા-પિતા મૂળ સુરતના છે. આ બીમારીમાં હાડકાં એટલા નબળા પડી જાય છે કે મામૂલી દબાણથી પણ તૂટી જાય છે. જ્યારે સ્પર્શનો જન્મ થયો ત્યારે તેના 45 હાડકાં તૂટેલા હતા. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ પરિવારને એટલે સુધી કહી દીધું હતું કે આ બાળક બે દિવસથી વધુ જીવી નહીં શકે. હવે સ્પર્શ 16 વર્ષનો છે. તેમના શરીરમાં 130 ફ્રેક્ચર છે. શરીરમાં લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ છે પરંતુ મનથી બળવાન છે.
ગુજરાતી સ્કૂલમાં ભણેલી મમ્મીને ત્યારે અંગ્રેજી બિલકુલ આવડતું નહોત સ્પર્શે કહ્યું કે ‘જન્મ પછી શરૂઆતના છ મહિના આઈસીયુમાં વિત્યા, પછીના છ મહિના સુધી મારા નાકમાં નળી નાંખી ભોજન અપાતું હતું. પાપા (હિરેન શાહ) ત્યારે કેપીએમજીમાં નોકરી કરતા હતા. મારી દેખરેખ માટે તેમને આ નોકરી છોડવી પડી હતી. સારવાર પાછળ આશરે 3 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા. ઉધાર ચૂકવવા માટે પિતાને ચાર વર્ષ લાગી ગયા. સંઘર્ષમાં મા (જિગિશા શાહ)એ સાથ આપ્યો. ગુજરાતી સ્કૂલમાં ભણેલી મમ્મીને ત્યારે અંગ્રેજી બિલકુલ આવડતું નહોતું પરંતુ તેમણે માત્ર અંગ્રેજી જ ના શીખ્યું પણ આજે તે વિશ્વની ટોપ રેટિંગ એજન્સીઓમાંની એક મૂડીઝમાં ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે.’ સ્પર્શ જણાવે છે કે ‘હું હંમેશાં વ્હીલચેર પર રહું છું તેથી બાળપણથી જ વાચનમાં રસ છે. સંગીતમાં પણ મન પરોવ્યું છે. મેં ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પંડિત જસરાજ પાસેથી લીધી છે. મને અમેરિકન હીપહોપ ખાસ કરીને એનએમએસ અને ડી-1 પણ બહુ ગમે છે. મમ્મી-પાપાએ મને એટલો મોટિવેટ કર્યો છે કે હું ભરપૂર જીવન જીવું છું. સામાન્ય બાળકોની જેમ સ્કૂલે જાઉં છું, ગાઉં છું અને મોટિવેશનલ સ્પીકર છું. મારો દિવસ સવારે 6.30 કલાકે શરૂ થાય છે. વ્હીલચેર પર જ બાથરૂમ જાઉં છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.