ગુજરાતમાં દરરોજ ટીબીથી 14, કેન્સરથી 3, એઈડ્સથી બેના મોત, અમદાવાદમાં કેન્સરથી સૌથી વધુ મોત

ગાંધીનગરઃ વિશ્વભરમાં હાલ કોરોનાનો કેર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ પોઝિટીવ આવ્યો નથી. પરંતુ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરથી 2,250, એઈડ્સથી 1557 અને ટીબી(ક્ષય)થી 10120 દર્દીઓના મોત નિપજ્યાં છે. તે જોતા રાજ્યમાં દરરોજ કેન્સરથી 3, એઈડ્સથી બે અને ટીબીથી 14 લોકોના મોત થાય છે. આ અંગે વિધાનસભામાં આજે ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્યમંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના 34,733, એઈડ્સના 18091 તથા ટીબીના 2,25,212 દર્દીઓ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 10801 કેન્સરના દર્દીઓ, એઈડ્સના 3342 દર્દીઓ અને ટીબીના 9019 દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે 1062ના, એઈડ્સથી 196 અને ટીબીથી 247ના મોત થયા છે. જ્યારે વડોદરામાં કેન્સરના 940 દર્દીઓ, એઈડ્સના 1188 દર્દીઓ અને ટીબીના 8887 દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે 5ના, એઈડ્સથી 103 અને ટીબીથી 574ના મોત થયા છે. સુરતની વાત કરીએ તો કેન્સરના 1846 દર્દીઓ, એઈડ્સના 2230 દર્દીઓ અને ટીબીના 8026 દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે 2ના, એઈડ્સથી 185 અને ટીબીથી 454ના મોત થયા છે. તેમજ રાજકોટમાં કેન્સરના 1658 દર્દીઓ, એઈડ્સના 1085 દર્દીઓ અને ટીબીના 6531 દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે 112ના, એઈડ્સથી 88 અને ટીબીથી 362ના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.