સ્વાભાવિક છે કે ચુંટણીઓ આવતાં વાતાવરણ ગરમાઈ જાય અને વિરોધ વિદ્રોહ પણ થાય. ભાજપ માટે હાલ સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિનું નિર્માણ થાય રહ્યું છે. આ પેટા ચુંટણી માં બે બેઠક પર માંડ વિરોધ અને વિદ્રોહનો શાંત કર્યા તો ત્રીજી બેઠક પર જબરદસ્ત વિરોધના સુર ઉઠ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં હાલ તો સબ સલામત દેખાઈ રહ્યું છે કોંગ્રેસે જાહેર કરેલી બેઠકો પર હાલ તો કોઈ વિરોધ કે વિદ્રોહના વવાડ મળ્યા નથી. પરંતુ ભાજપમાં દેખીતીરીતે સબ સલામત છે પણ હકીકતમાં છે નહીં. આ પેટા ચુંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી લાગી રહી છે.
ભાજપ દ્વારા માંડ માંડ રાધનપુર અને બાયડ બેઠક પર વિરોધ અને વિદ્રોહનો શાંત કર્યો તો હવે લુણાવાડા બેઠક પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં વિરોધ કરનારાઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. અને અપક્ષ ફોર્મ ભરવાની પણ ધમકીઓ આપવામાં આવી છે. રાધનપુર અને બાયડમાં પણ આજ પરિસ્થિતિ હતી પરંતુ તેને ડામી દેવામાં આવી છે જ્યારે હાલ લુણાવાડા બેઠક પર વિરોધનો વંટોળ એ ભાજપ માટે છેલી ઘડીએ ચિંતાનો વિષય બન્યો છે.
ભાજપના સભ્યો દ્વારા ભાજપે લુણાવાડા બેઠક પરથી જીગ્નેશ સેવકને ટિકિટ આપતા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના કાર્યકરો દ્વારા હાઇકમાન્ડ અને પ્રદેશ સુંધી ફરિયાદો કરી હતી અને જીગ્નેશ સેવકને ટિકિટ ના આપવા માટે જણાવ્યું હતું. છતાં ભાજપ દ્વારા જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવતાં ભાજપના જ કાર્યકરો દ્વારા તેમના વિરોધમાં પ્રદર્શન અને નારેબાજી કરવામાં આવી રહી છે. આજે ફોર્મ ભરવાનો છેલો દિવસ હોઈ આ પરિસ્થિતિ ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.