ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર જ આગળના ધોરણમાં મોકલી આપવામાં આવશે. આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. પણ આ હકીકત નથી ફક્ત અફવા છે, જેના પગલે શિક્ષણ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. કોરોના વાયરસના પગલે સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં 16 થી 29 માર્ચ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કોરોના વાયરસ ફેલાતો અટકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સાવચેતીરૂપે લેવાયેલા આ પગલા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ વાયરલ થયા છે જેમાં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપ્યા વગર જ પ્રથમ અને દ્વિતિય મૂલ્યાંકન પરીક્ષાને આધારે પાસ કરી આગળના વર્ષમાં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા સાવચેતીરૂપે લેવાયેલા આ પગલા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ વાયરલ થયા છે જેમાં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપ્યા વગર જ પ્રથમ અને દ્વિતિય મૂલ્યાંકન પરીક્ષાને આધારે પાસ કરી આગળના વર્ષમાં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની કેટલીક શાળાઓના સંચાલકોએ પણ આ પ્રકારે નિર્ણય લીધો છે એવું જાણવામાં આવ્યું છે. સુરત શાળા સંચાલક કમિટીના મેમ્બર દિપક રાજગુરુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આ ફક્ત અફવા છે.
સુરતની સંસ્કાર ભારતી શાળાના સંચાલક ડો. જગદીશ ઈટાલિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર બદલવામાં આવતા નિર્ણયને કારણે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે. હાલની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટ દ્વારા દરેક વિભાગ અને ધોરણની તમામ વાર્ષિક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે
સરકારના આદેશ પ્રમાણે ધોરણ 9 અને દોરણ 11 માં વિદ્યાર્થીઓને બે કે તેથી વધુ વિષયમાં 35 % કરતા ઓછા માર્ક્સ આવ્યા હશે તો તેમને તે જ વિષયોમાં ફરીથી પરીક્ષા આપવા દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની હશે તેમને 23 માર્ચ સુધીમાં ટેલિફોનિક જાણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.