ચાર કરોડની વસતી ધરાવતા અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં તાળાબંધી

અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયમાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપી દેવાયો છે. કેલિફોર્નિયાની વસતી ચાર કરોડ છે અને વસતીની દૃષ્ટિએ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૯ મોત થયા છે અને ૯૦૦ જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે. જોકે કેલિફોર્નિયામાં હજુ કાયકાદીય રીતે તાળાબંધી નથી કારાઈ, પરંતુ લોકો બહાર ન નીકળે એવી સૂચના તો અપાઈ જ છે.

જર્મનીના સૌથી મોટા રાજ્ય બાવેરિયામાં પણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ચીનના હુબેઈ-વુહાનમાંથી ડિસેમ્બર ૨૦૧૯માં કોરોના ફેલાવો શરૂ થયો હતો. ત્યાં લોકોને ઘરમાં કેદ રાખ્યા પછી કોરોનાને કાબુમાં લેવામાં ચીન સફળ થયું છે. માટે અન્ય દેશો પણ એ પગલે ચાલી રહ્યા છે.અત્યાર સુધી સૌથી વધુ મોત ચીનમાં થયા હતા.  હવે ઈટાલિની મૃત્યુ સંખ્યા આગળ નીકળી ગઈ છે. બીજી તરફ વુહાનમાં સતત બીજા દિવસે કોઈ કેસ નોંધાયો નથી.

કોરોનાનો વૈશ્વિક ચેપ ૨.૫૫ લાખથી વધારે નોંધાયો છે. તો મૃત્યુ સંખ્યા પણ સાડા અગિયાર હજારે પહોંચી છે. એકલા યુરોપમાં જ પાંચ હજારથી વધુ મોત નોંધાયા છે. સામે પક્ષે

નેવું હજાર જેટલા દરદી સાજા પણ થયા છે.

નેટફ્લિક્સ-યુટયુબે વિડીયો સહેલાં બનાવ્યાં

યુરોપમાં ઘરે બંધ લોકો કંટાળે નહીં એ માટે યુટયુબ અને નેટફ્લિક્સ પર વિડીયો જોઈ રહ્યા છે. તેમને વિડીયો જોવામાં સરળતા રહે એ માટે આ બન્ને કંપનીઓએ વિડીયો ક્વોલિટી સરળ કરીને ફાસ્ટ સ્ટ્રીમિંગ થઈ શકે એવી વ્યવસ્થા કરી છે. આ બન્ને કંપનીઓએ વિડીયોની ક્વૉલિટી ઘટાડી દીધી છે, જેથી સરળતાથી જોઈ શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.