કોરોના વાયરસના કહેરના કારણે આમ જન જીવન ભારે પ્રભાવિત થયુ છે.કોરોનાના કારણે કામ ધંધા ઠપ થઈ રહ્યા હોવાથી શ્રમજીવીઓ માટે રોજી રોટીનુ સંકટ પેદા થયુ છે.
આ સંજોગોમાં યુપી સરકારે મોટુ એલાન કર્યુ છે કે, જે રોજીંદુ વેતન મેળવનારા અને રજિસ્ટર થયેલા 15 લાખ શ્રમજીવીઓને સરકાર 1000 રૂપિયા વળતર આપશે.આ ઉપરાંત રાજ્યમાં કન્સટ્રક્શન ઉદ્યોગોમાં મજૂરી કરી રહેલા 20 લાખ લોકોને પણ સરકાર 1000 વળતર આપશે.
યોગી સરકારે રાજ્યના બીપીએલ
પરિવારોને 20 કિલો ઘઉં અને 15 કિલો ચોખા પણ મફત આપશે. સરકારના વિતરણ કેન્દ્રો પરથી આ રાશન અપાશે.
સરકારે અપીલ કરી છે કે, લોકો સંઘરાખોરી ના કરે. રાજ્યમાં કોઈ વસ્તુની અછત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.