કોરોનાના જોખમ સામે સાવધ રહીને ઘરમાં જ રહેવાની અને બહાર નહી નિકળવાની સલાહ આપતો બોલીવૂડ સ્ટાર કાર્તિક આર્યનનો વિડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. આગવી સ્ટાઈલમાં કોરોના સામે સાવચેતી રાખવાના કાર્તિકના વિડિયોને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે.ખુદ પીએમ મોદીએ પણ કાર્તિકના વખાણ કર્યા છે.પીએમ મોદીએ ટ્વિટર પર કાર્તિકનો વિડિયો શેર કરીને લખ્યુ છે કે, આ યુવા એક્ટર પાસે કંઈક કહેવાનુ છે, આ સમય કોરોનાનુ પંચનામુ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, કાર્તિકની ફિલ્મ પ્યાર કા પંચનામા હિટ પૂરવાર થઈ હતી.જેને જોડીને પીએમ મોદીએ કાર્તિકના વખાણ કર્યા છે. મહારાષ્ટ્ સરકારે કોરોના સામે જાગરુકતા ફેલાવવાની અપીલ કર્યા બાદ બોલીવૂડ સ્ટાર્સ પણ વિડિયો બનાવીને પોતાના હાથ ધોવાની અને સુરક્ષિત રહેવાની અપીલ લોકોને કરી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.