દેશભરના ડોક્ટરો કોરોના વાયરસના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે અને તેની વચ્ચે ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં આવેલી એમ્સ(ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ)ના સિનિયર ડોક્ટર પર બહુ ગંભીર આરોપ લાગ્યો છે.
અહીંયા ફરજ બજાવતા સાથી ડોકટરોએ જ આરોપ લગાવતા કહ્યુ છે કે, અમારી જાણકારીમાં આવ્યુ છે કે, એમ્સના સુપ્રીટેન્ડેનેન્ટનો પુત્ર બ્રિટનથી પાછો ફર્યો છે અને તેની વિદેશ યાત્રાની વાત છુપાવીને આઈસોલેશન યુનિટમાં લાવવામાં આવ્યો હતો અને ડોક્ટરના રુમમાં પણ રખાયો હતો.તેને 12 કલાક સુધી દાખલ પણ કરાયો નહોતો.આ મામલામાં યુવકની વિદેશ યાત્રાની વાત પણ છુપાવાઈ હતી.
એમ્સના રેસિડનેટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આ મામલે સરકારને લખાયેલા પત્રમાં કહેવાયુ છે કે, 19 માર્ચે તે કોરોના પોઝિટિવ જાહેર થયો હતો.તે સુપ્રિટેન્ડનેન્ટનો પુત્ર છે.પોતાના પુત્રની જાણકારી છુપાવીને તેમણે શર્મનાક હરકત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.