આખી દુનિયા કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતા કહ્યુ છે કે, યુવાઓ પણ આ બીમારીની ચપેટમાં આવે તેવી પૂરી શક્યતા છે.
દુનિયાના 195 દેશો કોરોનાના કહેરનો સામનો કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં વસતી પ્રભાવિત થઈ છે.મૃતકોની સંખ્યા 11000ને પાર કરી ગઈ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના પ્રમુખ તેદરોસ ગ્રેબેયસસે આ સંજોગોમાં એવી ચેતવણી આપી છે કે, યુવાઓ પર પણ આ બીમારીનુ જોખમ રહેલુ છે.આ
આ વાયરસ તમને સેંકડો દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરાવી શકે છે અને તમારો જીવ પણ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એક સામાન્ય માન્યતા એવી રહી છે કે, કોરોના વાયરસ વૃધ્ધોને જ વધારે પ્રભાવિત કરે છે અને વાયરસની યુવાઓ પર વધારે અસર થતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.