દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે તે ચીનમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી. સૌથી કફોડી હાલત ઈટાલીની છે.જ્યાં શુક્રવારે એક જ દિવસમાં 627 લોકોના મોત થયા છે.આમ દેશમાં હવે નવા બીજા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.ઈટાલીમાં મરનારાની સંખ્યા 4000 ઉપર પહોંચી છે.જ્યારે જેમને ચેપ લાગ્યો છે તેવા લોકોની સંખ્યા 47000ને વટાવી ગઈ છે.
અમેરિકામાં હવે કોરોનાના એન્ટ્રી વ્હાઈટ હાઉસમાં પણ થઈ છે.અમેરિકાના ઉપ પ્રમુખ માઈક પેન્સની ટીમનો એક કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.વ્હાઈટ હાઉસમાં આ પહેલો કેસ છે.અમેરિકામાં 230 લોકોના મોત થયા છે. ફ્રાંસમાં શુક્રવારે એક દિવસમાં 78 લોકોના મોત થયા છે.કુલ 450 લોકો આ વાયરસના કાણે મોતને ભેટ્યા છે.12000 લોકો અસર પામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.