કોરોનાની મહામારી વચ્ચે દિલ્હીના મુંખ્યમંત્રી કેજરીવાલે કરી મહત્વની જાહેરાત,7.5 કિલો અનાજ ફ્રી,વૃઘ્ઘો-વિઘવાનુ પેન્શન ડબ્બલ

કોરોના વાયરસને લઇને દેશભરમાં ભયનો માહોલ છે ત્યારે દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને રાહતની ખબર આપી છે.

મુખ્યપ્રધાને દિલ્હીનાં 18 લાખ પરિવારો, વૃધ્ધો, વિધવાઓ અને વિકલાંગોને માટે રાહત પેકેજની ઘોષણા કરી છે, તેમણે દિલ્હીમાં રાશનનો કોટો વધારી દીધો છે, અને તેને કોરોનાની અસરને  જોતા નિશુલ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શનિવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લગભગ 70 લાખ લોકો માટે રાશનનો કોટો વધારી દીધો હોવાની ઘોષણા કરી છે.

તેમાં 7.5 કિલો રાશન નિશુલ્ક આપવામાં આવશે,તે ઉપરાંત વૃધ્ધો, વિધવાઓ અને વિકલાંગોને મળતા પેન્સનની રકમ પણ બે ગણી કરવાની ઘોષણા કરવામાં આવી છે.

કોરોના વાયરસે મોટાભાગે વૃધ્ધોને સૌથી વધું નિશાન બનાવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલે વૃધ્ધોને ઘરની બહાર નહીં નિકળવાની અપિલ કરી છે.

તે ઉપરાંત કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં હાલ બંધ જેવી સ્થીતી નથી, પરંતું જરૂર પડશે તો તે પણ અમલમાં મુકવી પડશે, રવિવારે જનતા કર્ફ્યું ને લઇને લોકોને એક સાથે 5થી વધું સંખ્યામાં એકત્રિત નહીં થવાની અપિલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.