અમદાવાદ, સુરત, રાજકોટ-વડોદરામાં કોરોના માટે અલગ હોસ્પિટલ ઉભી કરાશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના વાયરસ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના કુલ 13 પોઝિટીવ કેસ નોંધાયા છે.

આ સાથે જ તેમણે જણાવ્યું કે કોરોના વાઇરસ વકરે નહી તે માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આપણે ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.

કોરોનાથી તંત્ર એલર્ટ થયુ છે અને રાજ્યના મહાનગર સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટે સ્ટાફ મુકવામાં આવ્યો છે.


અમદાવામાં આજે સાંજે 5 વાગ્યાથી જ BRTS-AMTS બંધ
કોરોના વાયરસને પગલે વડા પ્રધાન મોદી દ્રારા રવિવારે જનતા કર્ફ્યુ માટે લોકોને અપીલ કરવામાં આવી છે. પીએમ મોદીએ લોકોને સ્વૈચ્છિક ઘરે રહેવા માટે અપીલ કરી છે. અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસ શનિવારે સાંજે પાંચ વાગ્યાથી જ બંધ કરી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયથી હજારો લોકોને હાલાકી પડશે.


આજ રાતથી ST સહિત રાજ્યની તમામ બસ સેવા બંધ
વડાપ્રધાન મોદીએ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ જનતા કરફ્યુ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત એસ.ટી.ની તમામ બસો, સિટી બસો, BRTS બસો રવિવારે બંધ રાખવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.