કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય લીધો છે,આવશ્યક સેવાઓ છોડીને આગામી 31 માર્ચ સુંધી સમગ્ર રાજસ્થાન લોક ડાઉન (Lock down) રહેશે.
તે અનુસાર સરકારી ઓફિસો, દુકાનો,અને વિવિધ સંસ્થાનો બંધ રહેશે, માત્ર હોસ્પિટલો અને અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે, રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવશે.
શનિવાર રાતે મુખ્યપ્રધાન અશોક ગહેલોતની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, રાત્રે 9 વાગ્યે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, કોરોના વાયરસને લઇને લોકડાઉન થનારૂ રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસ નોંધાવાની પ્રક્રિયા ચાલું જ છે, શનિવાર જ પ્રદેશમાં અડધો ડઝન કેસ બહાર આવી ચુક્યા છે, આ કેસ સહિત રાજસ્થાનમાં પોઝીટીવ પિડિતોની સંખ્યા 23 થઇ છે.
શનિવારે બહાર આવેલા કેસમાં 5 ભીલવાડામાં અને 1 જયપુરનો છે. રાજસ્થાનમાં પોઝીટીવ આવેલા 3 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુંધીમાં 658 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, તેમાંથી 593 સેમ્પલની રિપોર્ટ નેગેટીવ આવી છે, જ્યારે 42 સેમ્પલ હજું પણ અન્ડર પ્રોસેસ છે.
આગામી 31 માર્ચ સુંધી કલમ-144 પણ લાગુ છે
કોરોના વાયરસથી બચવા માટે રાજ્યમાં આગામી 31 માર્ચ સુંધી કલમ-144 લાગુ છે, ત્યાં જ સ્કુલ- કોલેજો અને યુનિવર્સિટીઓ પણ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી ચુકી છે, કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારનાં પગલા લેવામાં આવી રહ્યા છે.
રાજ્યનાં તમામ મોટાં મંદિરો અને દરગાહો બંધ કરવામાં આવી છે, ત્યાં પૂજાપાઠ માટે કેટલાક લોકોને જ પરવાનગી આપવામાં આવી છે, મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સતત આ મામલે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે.
જીલ્લા હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડની સુચના આપવામાં આવી છે, ત્યાં જ ભીલવાડામાં મોટી સંખ્યામાં શંકાસ્પદ દર્દીઓ મળ્યા બાદ ત્યાં કર્ફ્યું લગાવવામાં આવ્યો :
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.