દુનિયામાં 1 અબજથી વધુ લોકો ઘરોમાં કેદ, અનેક દેશોમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ

સમગ્ર દુનિયા કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ છે. અનેક દેશો આ મહામારીને અટકાવવા માટે અનેક દેશોએ લોકડાઉન જેવા કડક પગલાં લેવાની સાથે જ તેમના ત્યાં વિદેશી નાગરિકોના આગમન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મોટાભાગના દેશોએ તેમની સરહદો સીલ કરી દીધી છે. ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. કોરનાનો પ્રસાર અટકાવવા માટે અનેક દેશોમાં લોકડાઉનના પગલે સમગ્ર વિશ્વમાં હાલ લગભગ એક અબજથી વધુ લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. અનેક દેશોમાં કરફ્યુ જેવી સિૃથતિ સર્જાઈ છે. રસ્તાઓ સૂમસામ છે અને બજારો બંધ છે.

દુનિયામાં કોરોના વાઇરસના અઢી લાખથી વધુ કેસ નોંધાયા છે. દુનિયાના 160 દેશોમાં આ રોગના 2,75,427 કેસ નોંધાયા છે અને 11,397નાં મોત નીપજ્યાં છે તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું.

ચીનની બહાર કોરોનાના એપી સેન્ટર બનેલા ઈટાલીમાં વધુ એક વખત 24 કલાકમાં 627 લોકોનાં મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 4,032 થઈ ગયો હતો જ્યારે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47,021 થઈ હતી.

ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે મરનારાઓની સંખ્યા તીવ્ર ગતિએ વધી રહી છે. યુરોપીયન દેશમાં સતત બીજા દિવસે 600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.