દેશવાસીઓએ પાંચ વાગ્યા પહેલાં જ થાળીઓ વડે નાદ કરવાની શરૂઆત કરી દીધી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પત્ની સાથે ધાબા પર ચઢીને તાળીઓ વગાડી

પીએમ મોદીએ 22મી તારીખે જનતા કરફ્યુનું એલાન કર્યું હતું. અને સાંજે પાંચ વાગ્યે લોકોને કોરોના વાયરસ સામે લડતાં ડોક્ટરો, પોલીસ સહિતનાં સ્ટાફ માટે તાળીઓ અને થાળીઓનો નાદ કરી સન્માન કરવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલને સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓએ સ્વીકાર કરી પાંચ વાગ્યાની પાંચ મિનિટ પહેલાં જ થાળીઓ વડે નાદ કરવાની શરૂઆત કરી દીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પત્ની અંજલિ રૂપાણી સાથે ધાબા પર ચઢીને તાળીઓ વગાડી હતી. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનાં રાજ્યનાં મંત્રીઓએ પણ તાળીઓ વગાડીને કોરોના સામે લડતાં યોદ્ધાઓનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકોએ ફ્લેટ અને ઘરોની બારીઓ અને ધાબા પર ચઢી ગયા હતા. અને પાંચ વાગ્યા પહેલાં જ હાથમાં થાળી અને વેલણ લઈને કોરોના સામે લડતા યોદ્ધાઓનો સન્માન કરવાનું શરૂ કરી દીધું હતું. અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ બારી બહાર ઉભા રહી હાથમાં ત્રિરંગો, ઘંટડી, થાળીઓ વગાડી રહ્યા હતા. અને આ થાળીઓનો નાદ સમગ્ર શહેર અને દેશમાં ગુંજી ઉઠ્યો હતો. લોકોએ શંખનાદ પણ કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.