અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યું છે. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે લડવા માટે અનેક કંપનીઓ સામે આવી છે. ત્યારે વેદાંતા પણ કોરોના સામે લડવા માટે આગળ આવી છે. વેદાંતાના રિસોર્શ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યૂના દિવસે સાંજે પાંચ વાગે થાળી, તાળી વગાડીને કોરોના સામે જંગ લડતા લોકોનું સમ્માન કરવા માટે અપીલ કરી હતી. જેનું સમર્થન આપતા અનિલ અગ્રવાલે પણ હાથમાં થાળી અને ચમચી વગાડીને દેશના કોરોના સામે લડા વીરોનું સમ્માન કર્યું હતું. આ ફોટા સાથે અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.