વંદે ભારત એક્સપ્રેસ પાંચમી ઓક્ટોબરથી દિલ્હી-કટરા વચ્ચે દોડવા લાગશે

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી પાંચમી ઓક્ટોબરથી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસનું વ્યાવસાયિક સંચાલન શરૂ થશે અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર તેના માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

આગામી ત્રણ ઓક્ટોબરના રોજ ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે અને તેનું ઉદ્ધાટન કરશે. વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ આગામી પાંચમી ઓક્ટોબરથી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી શકશે અને હાઈ સ્પીડ ટ્રેનના કારણે દિલ્હીથી કટરા પહોંચવા માટે 12ના બદલે માત્ર આઠ કલાકનો સમય લાગશે. દિલ્હી-વારાણસી માર્ગ પરની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. 

અત્યાધુનિક સુખ-સુવિધાથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. આ ટ્રેનમાં બે ડ્રાઈવ કાર, બે એક્ઝિક્યુટિવ ચેર કાર અને 12 ચેર કાર સહિત કુલ 16 કોચ લગાવવામાં આવશે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે અને મંગળવાર સિવાયના બાકીના દિવસોમાં મુસાફરો આઠ કલાકમાં દિલ્હી-કટરા વચ્ચેની મુસાફરી કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.