ખાનગી બસે સૌરાષ્ટ્ર જતા સુરતના મુસાફરો ને પહેલા સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી માસ્ક આપ્યાં

વરાછાથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસમાં મુસાફરોને બેસાડતા પહેલાં તેમના હાથ સાફ કરવા માટે સેનેટાઈઝર અપાવામાં આવ્યું. આ સિવાય મુસાફરોને માસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મુસાફરોને બસમાં બેસવા દેવામાં આવ્યા હતા. બસ સંચાલક દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકોને સાવધાની એ જ કોરોનાથી સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકોએ બસ પાસે મફતમાં મળતા માસ્ક લેવા માટે પડાપડી કરી મૂકી હતી.

બધું બંધ થવાની જાહેરાત થતા લોકોમાં ફફડાટ
29મી સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ થવાની જાહેરાત થતા જ સુરતમાં વસતા સૌરાષ્ટ્રનો વતનની વાટ પકડી રહ્યા છે. આ દરમિયાન વરાછાથી બાબરા, જસદણ, આટકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફુલ જઈ રહી છે. સૌરાષ્ટ્ર જતી બસમાં લોકોની સલામતી માટે સેનેટાઈઝર હાથ સાફ કરાવીને મુસાફરોને માસ્ક આપીને વતન મોકલવામાં આવી રહ્યા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.