ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનાં રિસર્ચ મુજબ આ બંને દવાનો ડોઝ કોરોનાવાઈરસની સારવારમાં ઉપયોગી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી ઉલ્લેખ કર્યો

સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. તેનો ભય એટલા માટે છે કે અત્યાર સુધી તેની કોઈ ચોક્કસ દવા કે રસી શોધાઈ નથી. તેવામાં ફ્રેન્ચથી સારા સમાચાર સામે આવ્યા છે. ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટિમાઈક્રોબિયિલ એજન્ટ્સ’ નામની મેડિકલ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ ‘અઝિથ્રોમાઈસિન’ એન્ટ-બાયોટિક અને ‘હાઈડ્રોક્સીક્લોરોકિન’ એન્ટિ-મલેરિયા દવાનાં કોમ્બિનેશનથી કોરોનાવાઈરસની અસરકારક સારવાર કરી શકાય છે. આ દવાઓ અને રિસર્ચનો ઉલ્લેખ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો છે.

રિસર્ચ

ફ્રેન્ચની વિવિઝ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં આ બંને દવાઓનો કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ દર્દીઓને 4 ગ્રૂપમાં વહેચવામાં આવ્યા હતા. તેમાંથી એક ગ્રૂપને માત્ર એન્ટિ-મલેરિયા દવા આપવામાં આવી હતી, બીજા ગ્રૂપને અન્ટિબાયોટિક દવા અને ત્રીજા ગ્રૂપને બંને દવાનું કોમ્બિનેશનનો ડોઝ આપવામાં આવ્યો હતો. અને ચોછા ગ્રૂપની રૂટિન સારવાર કરવામાં આવી હતી.

પરિણામ

બંને દવાનો અલગ અલગ ડોઝ આપતા ગ્રૂપને ઓછી અસર જોવા મળી હતી જ્યારે બંને દવાનો ડોઝ આપનાર ગ્રૂપને સારી અને ઝડપી અસર જોવા મળી હતી. બંને દવાના ડોઝ લેનાર ગ્રૂપના 6 દર્દીઓનો સારવાર પછીના 5માં દિવસે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. માત્ર એન્ટિ-મલેરિયાનો ડોઝ લેનાર દર્દીઓનો સારવાર પછી 14મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.