કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે અને તેવી વ્યાપક પ્રમાણમાં અસર થશે તે વાતની ચેતવણી અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએએ આપી હતી, જોકે આ ચેતવણીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધ્યાન પર જ નહોતી લીધી. જેને પગલે હવે અમેરિકામાં પણ કોરોના કન્ટ્રોલ બહાર જતો રહ્યો છે જ્યારે બીજી તરફ વાઇરસને ફેલાતો અટકાવવામાં નિષ્ફળ ટ્રમ્પ ચીન પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
ચીનના વુહાનમાં જ્યારે કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી ત્યારે જ ત્રણ જાન્યુઆરીએ સીઆઇએએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના અન્ય અિધકારીઓને ચેતવણી આપી દીધી હતી.
એક અિધકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સીઆઇએ અને ઓફિસ ઓફ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સના અિધકારીઓએ આ ચેતવણી આપી હતી. જાન્યુઆરી મહિનામાં જ વાઇરસની માહિતી મળી ગઇ હોવા છતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉંઘતા રહ્યા હતા. હાલ અનેક લોકો અમેરિકામાં આ વાઇરસને કારણે મોતને ભેટયા હતા જ્યારે હજારો લોકો હાલ સારવાર હેઠળ છે.
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સીઆઇએએ તો ચેતવણી આપી જ હતી સાથે સ્વાસ્થ્ય અને માનવ સેવા મંત્રી એલેક્સ અઝરે બહુ જ દબાણ
પૂર્વક ટ્રમ્પની સાથે કોરોના વાઇરસ મુદ્દે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ટ્રમ્પે તેમની કોઇ જ વાત પર ધ્યાન ન આપ્યું.
આ જ સમયગાળા દરમિયાન સેનેટ હેલૃથ કમિટીએ એક ખાનગી બેઠક બોલાવી હતી જેમાં કોરોના વાઇરસ અંગે બધાને જાણકારી આપવામાં આવી હતી, એટલે માત્ર ટ્રમ્પ જ નહીં અમેરિકાની પુરી સરકાર જ વાઇરસને ગંભીરતાથી ન લઇ શકી અને આજે સમગ્ર અમેરિકામાં તે ફેલાઇ ચુક્યો છે ત્યારે ટ્રમ્પ જાગ્યા છે જેને પગલે સૃથાનિકોમાં પણ આ મુદ્દે હવે રોષ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.