ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ કલમ 144 અને લોકડાઉનનુ પાલન ના કરતા,પોલીસને હવે આપી દેવામાં આવી છુટછાટ

રાજ્યમાં કોરોના (corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના (corona) વાયરસના કુલ 30 પોઝિટીવ કેસ નોંધાયા છે. લોકોને ઘરે રહેવાની ટેવ નથી પરંતુ લોકડાઉનમાં ઘરે રહેવું જરૂરી છે. આરોગ્યના નિષ્ણાતોએ સલાહ આપી છે કે, ગુજરાતમાં 31મી સુધી કોરોના વાયરસ વધી શકે છે. લોકો બિનજરૂરી લોકો ઘરની બહાર ના નીકળે અને કોઈએ પોલીસ વાળા સાથે માથાકુટ ન કરવી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, ન્યુયોર્કમાં એક જ દિવસમાં 5 હજાર કેસ વધ્યા છે. જેથી આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે ખાતરી આપી કે, રાજ્યમાં કોઈપણ ચીજવસ્તુની ઉણપ નહી આવે.., જીવન જરૂરીયાતની તમામ ચીઝવસ્તુની દુકાન શરૂ રહેશે. રાજ્યભરમાં પોલીસ કમિશ્નરોએ આદેશ કર્યા છે કે મહાનગરોમાં 144ની કલમ લાગુ છે. કામ વિના ઘરની બહાર નીકળનાર સામે કાયદેસરની કાર્યવાહી સાથે વાહન ડિટેઈન કરી લેવાશે. રૂપાણીએ પોલીસને ખુલ્લેઆમ છૂટછાટ આપી દેતાં પોલીસ હવે કડક બની ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી લોકડાઉનનો અમલ કરાવવા માટે આદેશ કર્યો છે. મોદી સરકારે રાજ્ય સરકારોની આકરી ઝાટકણી કાઢ્યા બાદ રૂપાણી સરકારે પોલીસને છૂટછાટ આપી છે કે લોકડાઉનનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરો. સવારમાં 144ની કલમ ભંગના દ્રશ્યો બપોર બાદ તુરંત જ બદલાઈ ગયા હતા. પોલીસે રસ્તાઓ બંધ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.