મહીસાગરની લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપે જિગ્નેશ સેવકનું નામ જાહેર કર્યું છે. આ સમયે લુણાવાડામાં ભાજપના કાર્યકર્તાઓ જ વિરોધમાં ઉતર્યા છે. ભાજપના જ કાર્યકરો જિગ્નેશ સેવકનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના APMC ચેરમેન ભુલાભાઈ પટેલ અને ભરત ત્રિવેદીએ જિગ્નેશ સેવકનો વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જિગ્નેશ સેવકે મંદિરમાં દર્શન કર્યા અને ભગવાનના આર્શિવાદ લઈને ભાજપમાં સામેલ થવાનું મન બનાવી લીધું હતું.
જાણો કઈ બેઠક પરથી કોણ કરશે ઉમેદવારી?
ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે.ભાજપે 6 બેઠકોમાં થરાદ, રાધનપુર, ખેરાલૂ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે. ભાજપના ઉમેદવાર સોમવારે પેટાચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે. આ 6 વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે. વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવારોને સીધા મેન્ટેડ અપાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે જિગ્નેશ સેવકે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સાથે જ ભાજપના APMC ચેરમેન છે ભુલાભાઈ પટેલ. કોંગ્રેસેગુલાબસિંહ ચૌહાણનું નામ આ વર્ષે લુણાવાડાથી નોંધાવ્યું છે. ભરત ત્રિવેદીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. જીલ્લા પંચાયતના સભ્ય અને બાંધકામ સમિતિના સભ્ય છે જિગ્નેશ સેવક. તેઓ આ વર્ષે પેટાચૂંટણી માટે મેદાને આવ્યા છે. આ સમયે ભાજપના જ ઉમેદવારો તેમનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ વિજય મૂહૂર્તમાં ફોર્મ ભરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.