મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં ડેપ્યુટી કમિશ્નર કક્ષાના એક અધિકારીએ કોરોના થયો હોવા છતા કર્મચારી સાથે લેનારા 6 અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.કોરોના પોઝિટિવ કર્મચારી ઈરાનથી પાછો ફર્યો હતો.તે ઈરાનમાં તીર્થ યાત્રા કરીને પાછો આવ્યો હતો.
જેના કારણે તેની સાથે બીજા 6 અધિકારીઓએ સેલ્ફી લીધી હતી.જોકે તે સમયે તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા.બાદમાં તેને કોરોના પોઝિટિવનુ નિદાન થયુ હતુ.ત્યાં સુધીમાંઆ સેલ્ફી કોઈએ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધી હતી.જેના પગલે હવે અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે.
પાકિસ્તાન કોરોના સામે ઝઝૂમી રહ્યુ છે.પાકિસ્તાનમાં 700 કરતા વધારે કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે.બીજી તરફ પાકિસ્તાનને લોકડાઉન કરવા સામે ઈમરાનખાન સરકારે લાચારી જાહેર કરી છે.ઈમરાનખાનનુ કહેવુ છે કે દેશમાં 20 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે ત્યારે આખા શહેરને લોકડાઉન કરી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.