સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે લડવા માટે અનેક લોકો પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. વિશ્વના ધનિકોએ આ વાયરસ સામે લડવા કરોડો રૂપિયાનું દાન કર્યું છે. સાથે જ સેલેબ્સ અને સંસ્થાઓએ પણ દાન કર્યું છે. બીજી તરફ ભારતના કરોડો-અબજોપતિઓ તથા સેલિબ્રિટીઓ હાથ કેમ ધોવા એ સમજાવી રહ્યા છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન તરફથી કોરોના વાયરસ સામે સુરક્ષા આપતી રસી તૈયાર કરવા અને એશિયા તથા આફ્રિકામાં એક સારવાર માટેનું આખું નવું માળખું તૈયાર કરવા 750 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
બિલ ગેટ્સ અગાઉ પણ રૂ.1 કરોડ ડૉલર આપી ચુક્યા છે. આ સાથે અલીબાબા ડોટ કોમના સ્થાપક જેક મા પણ આ વાયરસ સામે સુરક્ષા આપતી રસી માટે રૂ. 100 કરોડ આપી ચુક્યા છે. અમેરિકાને પણ 5 લાખ ટન ટેસ્ટિંગ કિટ અને 10 લાખ ફેસ માસ્ક મોકલવામાં આવ્યા છે. આ માહોલ વચ્ચે ભારતના સેલેબ્સ જેમ કે, સચીન, રોહિત શર્મા અને પી. વી. સિંધુ હાથ કેવી રીતે ધોવા એવા વીડિયો શેર કરી રહ્યા હતા. સૌથી સંવેદનશીલ ઈટલીમાં ત્યાંના શ્રીમંતોએ રૂ. 250 કરોડનું દાન કર્યું છે. ફેશન લેજન્ડ અર્માનીએ મિલાન તથા રોમની હોસ્ટિપલમાં રૂ. 10 કરોડની મદદ જાહેર કરી હતી.
ભારતીય કંપની મહિન્દ્રા અને વેદાંતાએ પણ આ વાયરસ સામે લડવા પગલાભર્યા છે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડવા રૂ. 100 કરોડ આપવાની જાહેરાત કરી છે. જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વિશ્વવ્યાપી જોખમ સામે લડવા અમે કામગીરી શરૂ કરી દીધી છે. કોરોના વાયરસને નાથવા માટે અનેક દેશના નિષ્ણાંતો મચી પડ્યા છે. જેથી વધુને વધુ જિંદગીઓને બચાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.