કોરોના વાઇરસના વધતા પ્રભાવને પગલે ચૂંટણી પંચે દેશભરમાં 26 માર્ચે 17 રાજ્યોની 55 બેઠકો માટે યોજાનારી ચૂંટણી મોકૂફ રાખી છે. રાજ્યસભાની કુલ પંચાવન બેઠકોની સમય મર્યાદા પૂર્ણ થતાં કેન્દ્રીય ચૂંટણીપંચે આ ખાલી પડતી બેઠકો માટે પેટાચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
26મી માર્ચે ગુજરાત સહિત કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં ય રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી હતી . જે મોકૂફ રહી છે. હાલમાં કોરોના વાયરસ જે પ્રકારે દેશભરમાં વધી રહ્યો છે એ જોતાં ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે. ગુજરાતે પણ ચૂંટણી રદ કરવા માટે ચૂંટણીપંચને અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે નોવલ કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાર બેઠકો માટે 26 માર્ચની રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. ગુજરાત સરકારે બજેટ સત્ર રદ કરી દીધું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 33 સકારાત્મક કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. “ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી અંગે નિર્ણય લેવાનો છે. અમે (રાજ્ય સરકાર) ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આગામી 26 માર્ચની રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવે, કેમ કે આ (કોરોનાવાયરસ સામેની લડતમાં) સ્થિતિમાં ચૂંટણી કરાવવી યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.