રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કોરોનાની મહામારીના વ્યાપને વધતો રોકવા તમામ પ્રયાસો કરી રહ્યાં છે, પણ લોકો જરૂરી શિસ્ત પાળતા ના હોવાથી તેમની કામગીરી પર ઘણી વખત પાણી ફરી વળે છે.
ગઇકાલના અભૂતપૂર્વ જનતા કરફ્યુ બાદ લોકોએ શેરીઓમાં રેલીઓ કાઢી, ગરબા રમીને દિવસભરની મહેનત ધૂળધાણી કરી નાખી હતી, આ કોઇ ઉત્સવ નથી, આપદા છે, તે બાબત અતિઉત્સાહી લોકો ભૂલી જાય છે.
કોરોના અંગે અત્યારે જ જો પુરતી કાળજી નહીં લેવાય તો આવતીકાલે ઘણું મોડું થઇ ગયું છે, તેવી ચેતવણી કડક રીતે આ ક્ષેત્રના નિષ્ણાતો ઉચ્ચારી રહ્યાં છે.
લોકડાઉન જાહેર કર્યા બાદ પણ લોકો ટોળટપ્પાં કરવા અને ખૂણેખાંચરે પાનના ગલ્લાં ખુલ્લા હોય તો પડિકીઓ શોધવા નીકળી પડે છે.
આજે સવારના ગાળામાં લોકો રોડ પર વધુ સંખ્યામાં દેખાતા પોલીસતંત્ર એવા નિષ્કર્ષ પર આવ્યું હતું કે હવે કડકાઇ બતાવવી પડશે. જેની અસર એ થઇ હતી કે બપોર બાદ મોટા ભાગના રોડ ખાલી થઇ ગયા હતાં. તમે બહાર જઇને કોરોનાના વાયરસને સાથે લઇને ના આવો તો તે ધરાર તમારા ઘરમાં ઘુસવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.