Coronavirus: ઇરાનમાં 127,સ્પેનમાં 462 લોકોનાં મોત, દુનિયાભરમાં મૃત્યુંઆંક વધીને 15000ને પાર

દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા કેસ સતત બહાર આવી રહ્યા છે,સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 4321 નવા કેસ બહાર આવ્યા છે, જેથી કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 33 હજારથી વધું થયા છે. જ્યારે 410 લોકોનાં મોત સાથે આ મૃત્યુંઆંક વધીને 2182 થઇ ગયો છે, ઇરાનમાં કોરોનાથી ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 23000થી પણ વધું અને મૃત્યુંઆંક 127 વધીને 1812 થઇ ગયો છે, દુનિયાભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હવે 3,50,000ને પાર થઇ છે, જ્યારે 15 હજારથી પણ વધું લોકોનાં મોત થયા છે.

અમેરિકામાં ત્રીજા ભાગનો વિસ્તાર લોકડાઉનનો સામનો કરી રહ્યા છે, તેમાં લોસ એન્જલસનો સમાવેશ થાય છે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે, સ્થિતીની ગંભીરતા જોતા ન્યુંયોર્કનાં મેયરે કહ્યું કે આગામી 10 દિવસોમાં શહેરમાં વેન્ટીલેટરની અછત જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.