રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતી છે. તેવામાં હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે ભાણવડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધારે 13 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના જામકંડોરણામાં નવ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના જોમજોધપુરમાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આ વર્ષે 136.66 ટકા સરેરાશ વરસાદ થયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 129%, કચ્છમાં 172.44%, ઉત્તર ગુજરાતમાં 106.53%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 124.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 144.99% વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મંડાયો છે. સોમવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન બનાસકાંઠાના ભાભરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.