Coronavirus: ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ વધીને 38 થયા

ગુજરાતમાં કોરોનાના નવા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે.  વડાપ્રધાન મોદીએ ગત રોજ સમગ્ર દેશ માટે કોરોના વાયરસને ધ્યાને રાખી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે દેશમાં પણ કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ નવા કેસમાં જોઈએ અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7 અને ગાંધીનગરમાં 6 તથા કચ્છમાં 1 કેસ સામે આવ્યો છે. આમ કુલ મળી ગુજરાતમાં 38 કેસ નોંધાયા છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કરતા જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન સરકારી મેડિકલ સેવા તથા હોસ્પિટલ ચાલુ રહેશે. આ ઉપરાંત કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોને મદદ માટે દાન કરવા માગતા મુખ્યમંત્રી રાહતફંડમા ઉદાર હાથે દાન કરવા માટે આગળ આવે.

વડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિઝામપુરા વિસ્તારના યુવકનો કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત બન્યું છે. યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ યુવાનના પિતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.

ગુજરાતમાં આજે રાજકોટમાં દુબઇથી આવેલા 36 વર્ષીય પુરૂષ અને લોકલ ટ્રાન્સમિશનથી 75 વર્ષના સ્ત્રીમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે અમદાવાદમાં એક દુબઇથી આવેલી 31 વર્ષીય સ્ત્રી પણ આ વાઇરસનો શિકાર બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.