મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં લોકો પોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી રહ્યાં છે. એ જ રીતે જીતુ વાઘાણીએ પણ એક ટેકો જાહેર કર્યો છે. કોરોનાને લઈને ભાજપના ધારાસભ્યોએ હાલમાં સહાયની જાહેરાત કરી છે. ભાજપના ધારાસભ્યો પોતાનો એક-એક પગાર સહાય રૂપે આપશે. મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં પગાર જમા કરાવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આ જાહેરાત પછી ભાજપ સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીયછે કે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં વાતો થઈ હતી કે, ગુજરાતમાં કોરોનાના વધુ 3 નવા કેસ આવ્યા છે. કુલ 38 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 14, રાજકોટ 3, વડોદરા 7 કેસ, ગાંધીનગર 6, કચ્છમાં એક કેસ, સુરતમાં 7 કેસ છે. દુબઈથી અમદાવાદ આવેલ મહિલા કોરોનાથી સંક્રમિત થઈ. સુરત અને વડોદરામાં ટ્રાન્સમિશનથી 2 લોકો કોરોનાથી સંક્રમિત થયા. આપણી પાસે 211 ક્વોરોન્ટાઈન ફેસેલિટી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.