AAP નેતા અરવિંદ કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં જરૂરી કોઈપણ વસ્તુની અછત નહીં સર્જાય, વેપારીઓને ઈ-પાસ અપાશે

21 દિવસના દેશવ્યાપી લોકડાઉનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે દિલ્હીમાં જરૂરી વસ્તુની કોઈ અછત સર્જાશે નહીં. તેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી, જરૂરી સામાનની દુકાનોને બંધ કરવામાં નહીં આવે, આથી ત્યાં ભીડ ન કરવા પણ કહ્યું હતું,. 21 દિવસના લોકડાઉન દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ મળતી રહેશે. દિલ્હીમાં કોરોના વાઈરસના 31 પોઝિટિવ કેસ છે.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ડરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ અમે જોયું કે લોકોએ જરૂરી સામાનની દુકાન બહાર લાંબ લાઈનો લગાવી હતી. હું ફરી લોકોને અપીલ કરું છું કે ડરીને ખરીદી ન કરો. હું તમામ લોકોને ભરોસો આપવા માંગું છું કે જરૂરી સામાનની અછત નહીં સર્જાય.

દુકાનદારો માટે ઈ પાસ બહાર પડાશે
કેજરીવાલે જણાવ્યું હતું કે જરૂરી સામાનના તમામ વેપારીઓ કે જેઓ પોતાની દુકાન-ફેક્ટરીઓ ખુલી રાખવા માંગે છે તેમને ઈ-પાસ આપવામાં આવશે.

કોઈપણ પ્રકારની સમસ્યા માટે હેલ્પલાઈન નંબર
કોઈપણ પ્રકારની સમસ્યા માટે દિલ્હી પોલીસ કમિશ્નર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે આ હેલ્પલાઈન નંબર 23469536 પર પોતાન સમસ્યા જણાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.