બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત અને ઋતિક રોશનનો વિવાદ વર્ષો પછી પણ બંધ થવાનું નામ નથી લેતો. એકવાર ફરી કંગનાએ ઋતિક પર નિશાનો સાધતા કહ્યું છે કે કંગના રાનૌતે હવે ઋતિક રોશન પર ફરી ભડાસ કાઢી છે.
કંગના પોતાના હાથે ઋતિક રોશન પર નિશાનો સાધવાનો એક પણ મોકો નથી છોડતી. હવે કંગનાએ કઈક એવુ કર્યું છે કે જેને સાંભળીને કદાચ ઋતિક રોશન પણ ચુપ નહીં રહી શકે કારણ કે કંગનાએ કહ્યું છે કે જો તે ઋતિક હોત તો સૌથી પહેલી કંગનાની માફી માગતી.
આ વાત કંગનાએ એક ઈવેન્ટ દરમિયાન કરી હતી. તેને સવાલ પુછવામાં આવ્યો હતો કે જો તે ઋતિક રોશન હોત તો તે શુ કરશે. જવાબમાં તેણે જણાવ્યું કે અમારી વચ્ચે જે કઈ પણ થયુ, અમે બંનેએ એકબીજા સાથે જે કઈ પણ કર્યું ત્યાર બાદ કંગનાને કોલ કરીશ અને તેને કહીશ કે મેં તારી સાથે જે કઈ પણ કર્યું છે તેના માટે સોરી…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.