ભારતમાં કોરોના (Coronavirus)ના કહેર વચ્ચે મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના 80 કરોડ લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવ પર રાશન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશના 80 કરોડ લોકોને દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિ રાશન આપશે અને તે પણ 3 મહિના માટે એડવાન્સ.
જાવડેકરે જણાવ્યું કે, સરકાર 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલો વાળા ઘઉં માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોમાં અને 37 રૂપિયા વાળા ચોથા માત્ર 3 રૂપિયામાં પ્રતિ કિલો આપશે. તેમણે કહ્યું કે, તેના પર 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે. કેન્દ્ર આ રકમ ત્રણ મહિના માટે રાજ્યોને એડવાન્સમાં આપશે.
કોરોના વાયરસ પર પ્રકાશ જાવડકરે કહ્યું કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સામાજીક અંતર બનાવીને રાખો. કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પરથી જાણકારી મેળવતા રહો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.